ધોરણ 12નું પરિણામ જાહેર, જાણો કચ્છ જિલ્લાનું પરિણામ

ધોરણ 12નું પરિણામ જાહેર, કચ્છ જિલ્લાનું પરિણામ 83.23 ટકા ધોરણ 12નું પરિણામ જાહેર, કચ્છ જિલ્લાનું પરિણામ 83.23 ટકા

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા 2025 ફેબ્રુઆરી મહિનાના અંતમાં લેવાયેલી ધોરણ 12ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયું છે.

કચ્છ જિલ્લાની વાત કરીએ તો, જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.23 ટકા રહ્યું છે. જ્યારે, કેન્દ્રવાર પરિણામ નીચે મુજબ છે:

  • ભુજ: 82.90 ટકા
  • ગાંધીધામ: 80.75 ટકા
  • માંડવી: 94.07 ટકા
  • અંજાર: 77.61 ટકા

આ પરિણામો દર્શાવે છે કે માંડવી કેન્દ્રનું પરિણામ સૌથી ઊંચું રહ્યું છે, જ્યારે અંજારનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે.

તો, સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામનું 95.05% ટકા રહ્યું છે.

જિલ્લાના વિવિધ કેન્દ્રોનું પરિણામ નીચે મુજબ છે:

  • ભુજ: 96.34%
  • ગાંધીધામ: 93.83%
  • માંડવી: 96.63%
  • અંજાર: 94.29%
  • ભચાઉ: 95.93%
  • આદિપુર: 93.52%
  • રાપર: 93.72%
  • નખત્રાણા: 95.05%
  • નલિયા: 96.86%
  • પાંઘ્રો: 93.53%
  • મુંદ્રા: 95.94%
  • ખાવડા: 52.56%
  • કેરા: 98.87%

આ પરિણામોમાં કેરા કેન્દ્રનું પરિણામ સૌથી ઊંચું 98.87% અને ખાવડાનું પરિણામ સૌથી નીચું 52.56% નોંધાયું છે.

આ રીતે જોઇ શકાશે પરિણામ

– સૌથી પહેલાં GSEBની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર જાવ.

– હોમપેજ પર HSC Result 2025 લખેલું દેખાશે તે લિંક પર ક્લિક કરો. હવે તમને રિઝલ્ટ લોગઈનનું પેજ જોવા મળશે.

– હવે તમારો સીટ નંબર એન્ટર કરો. તમારા એડમિટ કાર્ડ પર જે રીતે સીટ નંબર લખ્યો હોય તે એન્ટર કરો. 

– ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો.

તમારા દરેક વિષયના માર્ક અને ઓવરઓલ સ્કોર જોવા મળશે. તમે તમારા રિઝલ્ટને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ આઉટ કઢાવી શકશો. ત્યાર બાદ તમને શાળામાંથી સત્તાવાર માર્કશીટ આપવામાં આવશે.

વોટ્સએપ દ્વારા GSEB રીઝલ્ટ 2025 ચેક કરવાના સ્ટેપ્સ

વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા સીધા તેમના ફોન પર પણ પોતાનું રીઝલ્ટ મેળવી શકશે. વિદ્યાર્થીઓ તેમના GSEB રીઝલ્ટ 2025 WhatsApp દ્વારા 6357300971 પર તેમનો સીટ નંબર મોકલીને મેળવી શકે છે.

જીએસઈબીની હાયર સેકન્ડરીના સામાન્ય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને 17 માર્ચ 2025ના રોજ પૂરી થઈ હતી. જ્યારે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને 10 માર્ચ 2025ના રોજ પૂરી થઈ હતી.  રિઝલ્ટ જાહેર થયા બાદ પરીક્ષા પછીનું વેરિફિકેશન કરાવવા, પેપર વેરિફિકેશન, નામમાં સુધારા, ગુણનો અસ્વીકાર, નવેસરથી પરીક્ષા આપવા અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને શાળાને મોકલવામાં આવશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *