ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગઈકાલે રાત્રે મેઘપર બોરીચીના પારસ નગરમાં 23 વર્ષિય યુવતીની હત્યા થઈ હતી. તેના પગલે પોલીસે રાત્રે જ બે લોકોને રાઉન્ડઅપ કરી લીધા હતા. હત્યા કયા કારણોસર થઈ તેની તપાસ કરતાં ચૌકાવનારા સમાચારો સામે આવ્યા છે.
પરિવાર સાથે રહેતી ૨૩ વર્ષીય પાયલ ઉત્તમચંદાણી નામની યુવતીને તેના અંગત મિત્રએ યુવતીના સાવકા ભાઈ સાથે મળી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. હત્યારા મિત્રએ ક્રૂરતાની તમામ હદ વટાવતા યુવતીના ગુપ્ત ભાગ, ગળા, છાતી, પેટ, ડાબા હાથ સહિતના અંગોમાં છ થી સાત વખત વાર કર્યા હતાં, જેથી યુવતીના આખું ઘર લોહીલોહાણ થઈ ગયું હતું. શુક્રવારે બપોરે આ ઘટના બની હતી, જે રાત્રે આઠ વાગ્યે પ્રકાશમાં આવી. ત્યાં સુધી યુવતી પોતાના જ ઘરમાં લોહીના ખાબોચિયામાં પડી હતી. સમગ્ર ઘટના સામે આવતાં મૃતક યુવતીના ભાઈ કરણ પ્રકાશ ઉત્તમચંદાણીએ અજાણ્યા શખસ સામે અંજાર પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો છે.
મૃતક પાયલ આદિપુરની હોસ્પિટલમાં રિસેપ્સનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. પાયલ તેના ભાઈ કરણ, માતા નિશાબહેન, નાનીમા ભોપીબહેન સાથે રહેતી હતી. કરણ ગાંધીધામની દુકાનમાં, પાયલ હોસ્પિટલમાં અને માતા તથા નાનીમા વૃદ્ધોના કેરટેકર તરીકે નોકરી કરે છે. ઘરના તમામ લોકો સવારના નવ દસ વાગ્યે નોકરી પર નીકળી જાય છે અને રાત્રે આઠ નવ વાગ્યે ઘરે પરત ફરે છે. મૃતક પાયલ સવારે દસ વાગ્યે નોકરી જતી અને બપોરે બે વાગ્યે ઘેર પરત ફરતી. ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે નોકરી જતી અને રાત્રે નવ વાગ્યે ઘેર પરત ફરતી. શુક્રવારે બપોરે પાયલ ઘરે પરત આવી ત્યારબાદ તેના અંગત મિત્રએ તેની હત્યા કરી હતી. રાત્રે આઠ વાગ્યે માતા ઘરે પરત ફરી ત્યારે પાયલને લોહીલોહાણ હાલતમાં જાેઈ ભાંગી પડી હતી.
મોતનું કારણ –
આરોપી કરણ સોલંકીને મૃતક યુવતી સાથે છેલ્લા બે વર્ષથી મિત્રતાના સંબંધ હતા જેથી પાયલને કરણ સોલંકી સાથે અવાર નવાર ઝઘડા થતા હોય જેથી પાયલ આરોપી સાથે મિત્રતા રાખવાની ના પાડતા આરોપી કરણે જબરદસ્તી પૂર્વક પાયલ સાથે મિત્રતામાં રહેવાનુ દબાણ કરતા પાયલે તેના પર પોલીસ ફરિયાદ કરવાનું કહેતા આરોપી કરણ સોલંકીને વાત મન ઉપર લાગી આવતા તેણે પોતાના મિત્ર તથા પાયલના સાવકા ભાઈ એવો વિશાલ ખેમનાણીને આરોપી કરણ સોલંકીએ વાત કરેલ કે તારી બહેન મારી પર ખોટી ફરિયાદ કરવાની વાત કરે છે જેથી વિશાલએ કહેલ કે મારી બહેને અગાઉ મારા પર ફરિયાદ કરેલ હતી અને અમારુ મકાન પર પડાવી લીધેલ છે તો આપણે મારી સાવકી બહેનનો કંઈક રસ્તો કરી નાખીએ જેથી આ બંને આરોપીઓએ કાવત્ર રચી પાયલ ઘરે એકલી હોય તેનો લાભ લઈ ગુન્હાને અંજામ આપ્યુ હતુ.
હત્યારા આરોપીઓને પકડવામાં કરેલ કામગીરીમાં પ્રો.આઈપીએસ વિકાસ યાદવ, અંજાર પોલીસ સ્ટેશન પીઆઇ એ.આર. ગોહિલ, પીએસઆઇ એસ.જી. વાળા તથા અંજાર પોલીસના કોસ્ટેબલો જોડાયા હતા.