ગાંધીધામ સંકુલમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો આતંક વધ્યો

ગાંધીધામ સંકુલમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો આતંક વધ્યો ગાંધીધામ સંકુલમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો આતંક વધ્યો

ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ગાંધીધામમાં હવે આખલારાજ અસ્તિત્વમાં આવી ગયુ છે. અહીં ઠેર ઠેર આખલાનો આતંક હોવાથી રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. મહાપાલિકાની બેદરકારી અને બેજવાબદારીના કારણે રાહદારીમાં આખલાઓથી ડર ફેલાયો છે. ફરી એકવાર શહેરમાં આખલાએ એ આધેડને અડફેટે લેતા તેને હેમરેજ થઇ ગયાની ઘટના ઘટી છે.

શહેરના ભારતનગર વિસ્તારમાં આવેલ જનતા કોલોની પાસે બે દિવસ પહેલા ઘટના બની હતી જેમા ચા ની લારી ચલાવતા આધેડને આંખલાઓએ અડેફેડમાં લેતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ આદિપુરની રામબાગ હોસ્પિટલ, બાદમાં વધુ સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા હતા.

તો બીજી તરફ ગઈકાલે સાંજે ડીસી-પમાં પણ આખલાઓએ આતંક મચાવ્યો હતો જેમાં એક મહિલાનો આબાદ બચાવ થવા પામ્યો હતો, તો બે બાઈકને નુકસાન થયુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીધામમાં છેલ્લાય સમયથી આંખલારાજના કારણે ઠેર ઠેર આખલાથી અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે, કેટલાકને ઇજા થાય છે, તો કેટલાકનો મોત પણ થયા છે. પંરતુ ગાંધીધામ મહાપાલિકાની ઢોર પકડવાની કોઈ કામગીરી નથી કરી રહી. રખડતા ઢોર અંગે શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે આ અંગે મહાનગરપાલિકા યોગ્ય કાયર્વાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *