ગાગોદર પોલીસની કડક કાર્યવાહી: અસામાજિક તત્વો દ્વારા કરાયેલું ગેરકાયદેસર દબાણ ડિમોલેશન

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત રાજ્યના પોલીસ તંત્ર દ્વારા અસામાજિક ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ઝુંબેશના ભાગરૂપે, પૂર્વ-કચ્છ (ગાંધીધામ) પોલીસે નોંધનીય પગલું ભર્યું છે. ગાગોદર પોલીસે વહીવટી તંત્રના સહયોગથી ગામના એક ઇસમે કરેલું મોટું ગેરકાયદેસર દબાણ તોડી પાડી સરકારી જમીન ખુલ્લી કરાવી છે.

ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ કાર્યવાહી

મહે. મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય સાહેબ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓ તરફથી અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવેલી છે. આ સૂચનાના અનુસંધાને, પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ ભુજ-કચ્છ) અને પોલીસ અધિક્ષક સાગર બાગમાર (પુર્વ-કચ્છ, ગાંધીધામ)ના માર્ગદર્શન હેઠળ ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisements

કોના પર અને ક્યાં કરાઇ કાર્યવાહી?

કાર્યવાહીનો લક્ષ્યાંક ગાગોદર પોલીસ સ્ટેશનના રેકોર્ડ પર શરીર સબંધી અને મિલકત સબંધી ગુન્હાઓની ટેવ ધરાવતા ઇસમ પરબત મોતીભાઈ કોલી, રહે. ગાગોદર, તા. રાપર, કચ્છ હતો.

પરબત કોલીએ ગાગોદર ગામના નેશનલ હાઈવે નં. ૨૭ની બાજુમાં આવેલી મોજે ગાગોદર તા. રાપરની સરકારી પડતર જમીન (સર્વે નંબર ૮૬૮) ઉપર ગેરકાયદેસર રીતે મોટો કબજો જમાવ્યો હતો. તેણે આશરે ૧૨૦૦ ચો.મી. જમીન દબાવી હતી, જેમાંથી પોતાના અંગત લાભાર્થે ૪૦૦ ચો.મી.નું પાકું મકાન બાંધકામ કર્યું હતું.

ડિમોલેશનની સંપૂર્ણ પ્રક્રિયા

ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.એ. સેંગલ નાઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ગેરકાયદેસર દબાણ અને બાંધકામનું સર્વે કરવામાં આવ્યું, અને ત્યારબાદ વહીવટી તંત્રને સાથે રાખીને ડિમોલેશનની કાર્યવાહીની યોજના ઘડવામાં આવી.

આજરોજ, પોલીસ બંદોબસ્ત હેઠળ આ ગેરકાયદેસર દબાણ અને બાંધકામને સંપૂર્ણપણે તોડી પાડી ડિમોલેશન કરવામાં આવ્યું.

Advertisements

આ કામગીરીમાં પોલીસ ઈન્સપેક્ટર વી.એ. સેંગલ અને ગાગોદર પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે રાપર મામલતદાર વાઘેલા સાહેબ, સર્કલ ઓફિસર, ગાગોદર તલાટી કમ મંત્રી, અને પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. આ સફળ કામગીરી દ્વારા સરકારી પડતર જમીનને અસામાજિક તત્વોના કબજામાંથી મુક્ત કરી ખુલ્લી કરવામાં આવી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment