ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI)ના વિદ્યાર્થી વિભાગ WICASA ગાંધીધામ દ્વારા “Sunday SkillUp” કાર્યક્રમ અંતર્ગત Excel અને Artificial Intelligence (AI) વિષયક માહિતીપ્રદ અને વ્યવહારુ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું.

સેમિનારમાં CA રોનક મોટાસરે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે Excelના એડવાન્સ ફોર્મ્યુલા, Power Query અને AIના ઉપયોગથી કાર્યક્ષમતા વધારવાના વ્યાવસાયિક રસ્તાઓ પર પ્રકાશ પાડ્યો. ટેકનોલોજીનો સ્માર્ટ ઉપયોગ કરીને સમય બચાવવો, ડેટા એનાલિસિસ, ઓટોમેશન અને રિપોર્ટિંગ કાર્ય કેવી રીતે સરળ બનાવી શકાય તે અંગે વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ.

વિદ્યાર્થીઓએ વ્યાવસાયિક જગતમાં ટેકનોલોજીની ભૂમિકાની સારી સમજૂતી મેળવી, તેમજ તેમના કરિયર માટે જરૂરી ટેક સ્કિલ્સનો અભ્યાસ કરવાની પ્રેરણા પ્રાપ્ત કરી.

સેમિનારના અંતે WICASA ચેરમેન તથા સભ્યોએ CA રોનક મોટાનું આભાર માન્યું અને ભવિષ્યમાં વધુ આ પ્રકારના ઉપયોગી કાર્યક્રમો આયોજિત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી.