ગાંધીધામ ટુડે, ન્યુઝ : અંજાર તાલુકાનાં ભીમાસર તથા અંજારમાંથી પોલીસે રૂા 5,45,277નાં શંકાસ્પદ હર્બલ સિરપનો જથ્થો પકડી પાડયો હતો.

અગાઉ ઝુંબેશ દરમ્યાન આવા મોટા જથ્થા જપ્ત કરાયા હતા, પરંતુ તેમાં પૃથક્કરણના અભિપ્રાય આવ્યા હોય કે આગળ કોઇ કાર્યવાહી 5.45 લાખનું સિરપ હસ્તગત કરાઇ હોય તેવું જણાતું નથી. ભીમાસર (ચ)માં મોમાયકૃપા નામની દુકાન ચલાવનાર બાબુ હકુ કોળી નામના શખ્સે આ દુકાનમાં આલ્કોહોલ જેવું શંકાસ્પદ પ્રવાહી હર્બલ ટોનિકની બોટલે રાખી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જી.એ કાર્યવાહી કરી હતી.
આ શખ્સ પાસેથી અમુક જથ્થો મળ્યા બાદ તેણે આ માલ ક્યાંથી લીધો હોવાની પૂછપરછ પોલીસે કરી હતી, જેમાં તેણે અંજારના દબડા રોડ પર હરિકૃપા કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતા જીવરાજ કરમણ ગઢવી પાસેથી માલ મેળવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ત્યાં જઇને કાર્યવાહી કરી હતી. આ બંને જગ્યાએથી યુસિર અસાવા 375 મિ.લિ.ની 2757, ફૈથિક 150 મિ.લિ.ની 657, યુરિસન 400 મિ.લિ.ની 240 બોટલ એમ કુલ રૂા. 5,45,277નાં શંકાસ્પદ હર્બલ સિરપનો જથ્થો હસ્તગત કર્યો હતો. જપ્ત કરાયેલ માલને પૃથક્કરણ અર્થે મોકલવામાં આવશે.
પોલીસે અગાઉ હર્બલ ટોનિક અંગે ઝુંબેશ ચલાવીને મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કર્યો હતો, પરંતુ આવી એકેય કાર્યવાહીના પૃથક્કરણના અભિપ્રાય આવ્યા હોય કે આવાં તત્ત્વો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હોય તેવું હજુ સુધી કાંઇ જ બહાર આવ્યું નથી.