સ્વચ્છતા હી સેવા ૨૦૨૫: ગાંધીધામમાં “એક દિવસ, એક કલાક, એક સાથ” શ્રમદાનનું સફળ આયોજન!

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ :ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા ૨૦૨૫” અભિયાન અંતર્ગત “એક દિવસ, એક કલાક, એક સાથ” શ્રમદાન કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નાગરિકો અને મહાનગરપાલિકાના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈને સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ શ્રમદાન ઝુંબેશ અંતર્ગત મુન્દ્રા સર્કલથી શિણાય મુખ્ય માર્ગની સઘન સફાઈ કરવામાં આવી હતી, જેને પગલે સમગ્ર વિસ્તારની કાયાપલટ થઈ હતી.

Advertisements

કાર્યક્રમનું સુભારંભ માનનીય ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, માનનીય કમિશનર મનીષ ગુરવાની અને SBM દ્વારા નિયુક્ત નોડલ અધિકારી એમ.આઈ. શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિએ સ્વચ્છતા ઝુંબેશને વિશેષ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ ઝુંબેશમાં મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ ઉપરાંત બહોળી સંખ્યામાં જાગૃત નાગરિકોએ પણ સ્વયંભૂ જોડાઈને સામૂહિક શ્રમદાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નાગરિકોની સક્રિય ભાગીદારી આ કાર્યક્રમને અદભુત સફળતા અપાવી છે, જે દર્શાવે છે કે ગાંધીધામ સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ છે.

Advertisements

ગાંધીધામ મહાનગરપાલિકા સ્વચ્છતા જાળવવા માટે નાગરિકોને સતત સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોમાં સહભાગી થવા અપીલ કરે છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment