ગાંધીધામમાં મોહરમ નિમિત્તે તાજિયા જુલૂસ, કોમી એકતાનો સંદેશો

ગાંધીધામમાં મોહરમ નિમિત્તે તાજિયા જુલૂસ, કોમી એકતાનો સંદેશો ગાંધીધામમાં મોહરમ નિમિત્તે તાજિયા જુલૂસ, કોમી એકતાનો સંદેશો

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મોહરમ પર્વ નિમિત્તે ઠેર ઠેર તાજિયા જુલૂસ કાઢવામાં આવ્યા હતા અને માતમ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ ભાઈઓ-બહેનોએ કોમી એકતા અને ભાઈચારાનો અનોખો સંદેશ આપ્યો હતો.

ગાંધીધામના નવી સુંદરપુરી ખાતે આવેલી હુસેની એકતા કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈમામ ચોકથી તાજિયા જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલૂસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શ્રદ્ધાળુઓએ પોતાની માનતા પૂરી કરી હતી. મોહરમના દસ દિવસ દરમિયાન તકરીર (ધાર્મિક પ્રવચનો)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીર સૈયદ કાસમશા અભામિયા બાપુએ પ્રવચનો આપ્યા હતા અને ન્યાજ (પ્રસાદ) રાખવામાં આવી હતી.

હુસેની એકતા કમિટીના પ્રમુખ લતીફ ખલીફાએ મોહરમ નિમિત્તે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશો આપ્યો હતો. તેમણે આયોજનમાં તંત્ર દ્વારા મળેલા સહયોગને પણ આવકાર્યો હતો.

શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામીણ વિસ્તારો જેવા કે ખારીરોહર અને કિડાણામાં પણ મોહરમ નિમિત્તે તાજિયા જુલૂસ કાઢવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સિધિકભાઈ રાયમા, કરીમભાઈ જત, ઈશાકભાઈ સુમરા, ઓસમાણશા શેખ, સદામભાઈ કુંભાર, જુસબભાઈ મોડ, રહેમતુલાભાઈ, શાહબુદ્દીન, ગનીભાઈ, કરીમભાઈ કલીવાળા, ઇબ્રાહીમભાઇ ચંગલ, અબ્દુલ ગુલમામદ રાયમા, સબીરભાઈ શેખ, મજીતભાઈ રાયમા, અલ્તાફભાઈ માજોઠી, અલીભાઈ શેખ, મુસ્તાકભાઈ માંજોઠી, રિઝવાનભાઈ સમા, ઇમરાનભાઈ સુમરા, રાજાભાઈ મારાજ, સદામભાઈ શેખ, અલુભાઈ ઓઢા સહિતના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દસ દિવસ સુધી તમામ કાર્યકર્તાઓએ ઉત્સાહભેર સેવા આપી હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *