રાપર તાલુકાના બેલા ગામે મોબાઇલ ગેમના લીધે સગીરની હત્યા

રાપર તાલુકાના બેલા ગામે મોબાઇલ ગેમના લીધે સગીરની હત્યા રાપર તાલુકાના બેલા ગામે મોબાઇલ ગેમના લીધે સગીરની હત્યા

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાપર તાલુકાના બેલા ગામે માત્ર ૧૩ વર્ષનાં સગીરની તીક્ષ્ણ હથિયાર વડે ગળુ કાપીને હત્યા કરાતા વાગડમાં સનસનાટી મચી ગઈ હતી.
પોલીસ સુત્રોના અનુસાર મંગળવારે બપોરે રાપર તાલુકાનાં બેલા ગામ ખાતે આવેલા બિલેશ્વર મહાદેવના બગીચા પાસે એક સગીરનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પરિવારજનો અને બાલાસર પોલીસને કરાઈ હતી. જેથી તાત્કાલિક ઘટના સ્થળે પરિવારજનો અને પોલીસ પહોંચી હતી.

જ્યાં બેલા ગામની અલીયાજીની વસ્તીમાં રહેતા પ્રવીણ નામેરી રાઠોડ (ઉ.વ.૧૩) નામના સગીરનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો, તેના શરીર પર તિક્ષણ હથિયાર વડે ઘા મારવામાં આવ્યા હોવાથી તેને રાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. મૃતકના ભાઈ દ્વારા જાણવા જાેગ બાલાસર પોલીસમાં કરતાં બાલાસર પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ તથા ફરિયાદ નોંધાવા સહિતની કામગીરી હાથ ધરી હતી.
માત્ર તેર વર્ષના સગીરની હત્યા કરાતા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી પડી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. હત્યારાઓ દ્વારા સગીરને ગળાનાં ભાગે ઉપરા ઉપરી તીક્ષ્ણ હથિયારથી ઘા મરાયા હતા, તો હાથની હથેળીઓ ઉપર અને પેટના ભાગે પણ ઊંડા ઘા માર્યાના નિશાન જાેવા મળ્યા હતા.

આટલા ઘા મારવા પાછળનો શું ઉદ્દેશ્ય હશે તે હજુ અકબંધ રહ્યો હતો. કારણ કે માત્ર તેર વર્ષની ઉંમરના સગીર ઉપર આટલી ર્નિદયતાથી ઝનૂની રીતે હુમલો કરી હત્યા થતા પોલીસ ખુદ ચોંકી ઉઠી હતી. આ મામલે બાલાસર પોલીસે ત્રણ યુવકને પૂછપરછ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આરોપીઓમાં એક તો કૌટુંબિક હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા, આરોપીઓ પણ સગીર વયના હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઓનલાઈન ગેમ કારણ બની હતી

રાપર સરકારી હોસ્પિટલ ખાતે લવાયેલા સગીરના મૃતદેહ બાબતે તેના ભાઈએ જણાવ્યું કે સગીર છઠા ધોરણમાં ભણતો હતો. સવારે અમારી સાથે જીરું વાઢવા આવ્યો હતો અને બપોરે ઘરેથી જમીને તેના મિત્રો સાથે નજીક આવેલા બિલેશ્વર મહાદેવનાં મંદિર પાસે આવેલા બગીચામાં ગેમ રમતા હતા. જ્યાં કોઈ કારણોસર સગીર ઉપર હુમલો કરીને મોતને ઘાટ ઉતારાયો હોય તેવું નજીકના લોકો સાથે વાતચીતમાં જણાવી રહ્યા છે. સગીર વયના બાળકની હત્યાના બનાવ અંગેની જાણ થતાં ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકો આજે મોબાઈલ ગેમનો શિકાર થઈ ગયા છે અને પબ-જી ગેમના કારણે બાળકો આપઘાત કરતા હતા અને માતા-પિતાને મારતા હોવાના અને હત્યાના બનાવ પણ બહાર આવ્યા હતા, જેના ઉપર પાછળથી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. વાગડમાં મોબાઈલ ગેમિંગે કિશોરની હત્યાના બનાવથી ભારે અરેરાટી પ્રસરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *