ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલા મોબાઈલ ફોન્સના પતાની શોધ અને તે તેના મૂળ માલિકોને પરત આપવાનો “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કુલ 30 મોબાઈલ ફોન્સ, જેની અંદાજિત કિંમત 3.50 લાખ રૂપિયા થાય છે, તેને પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ સન્માન સમારંભમાં મૂળ માલિકોને સોપવામાં આવ્યા હતા.

અંજારના પીઆઈ એ.આર. ગોહિલના નેતૃત્વમાં સમગ્ર કામગીરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. તેમણે સીડીઆર અને સીઈઆઈઆર પોર્ટલ જેવી ટેક્નિકલ રીતીઓનો ઉપયોગ કરીને ગુમ થયેલા મોબાઈલને શોધી કાઢ્યા હતા.

આ પ્રસંગે પીએસઆઈ એસ.જી. વાળા અને અન્ય પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. મોબાઈલ મળતાં માલિકોના ચહેરા પર આનંદ છલકાતો જોવા મળ્યો હતો અને નાગરિકોએ અંજાર પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી.