ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પડાણા ગામમાં સરકારી તંત્ર દ્વારા ગૌચર જમીન પર થયેલા દબાણોને હટાવવા માટે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં આશરે 10 જેટલા મોટા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં દુકાનો, હોટેલો અને ભાડા પર આપેલી રૂમનો સમાવેશ થાય છે. અંદાજે 100 રૂમ અને 30 જેટલી દુકાનો તેમજ હોટેલો આ દબાણ હેઠળ આવતી હતી. ઉલ્લેખનીય છે કે, આ ગૌચર જમીન અત્યંત કિંમતી હતી.

દબાણ હટાવવાની આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ હાજર રહ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. તંત્ર દ્વારા ગૌચર જમીનને ખુલ્લી કરાવતા સ્થાનિક લોકોમાં સંતોષ જોવા મળ્યો છે. આ કાર્યવાહી ભવિષ્યમાં આવા દબાણોને રોકવા માટે એક દાખલો બેસાડશે.