ગાંધીધામ ટુડે, ન્યૂઝ : શ્રાવણી પર્વના પાવન અવસરે ઔદિચ્ય બ્રહ્મસમાજ, ગાંધીધામ દ્વારા નૈસર્ગિક વાતાવરણમાં (ઉપાકર્મ) નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ગાંધીધામ અને આદિપુરના બહોળી સંખ્યામાં ભૂદેવોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વિધિવત યજ્ઞોપવિત ધારણ
This Article Includes
આ પ્રસંગે ભૂદેવોએ પ્રાયશ્ચિત યાદી, દશવિધ સ્નાન (હેમાદ્રી), સંધ્યાવંદન, ગણેશ આદિ સ્થાપિત દેવ પૂજા, અરુંધતિ સહિત સપ્તઋષિ પૂજન, દેવ તર્પણ, ઋષિ તર્પણ, પિતૃ તર્પણ અને હોમ સહિતની સંપૂર્ણ વિધિપૂર્વક નૂતન યજ્ઞોપવિત ધારણ કરી ધન્યતા અનુભવી હતી. આ પવિત્ર પર્વ પર એકસાથે આટલી મોટી સંખ્યામાં ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરી, જે એક અદ્ભુત દ્રશ્ય હતું.
અગ્રણીઓની ઉપસ્થિતિ અને બહોળો સમુદાય
આ ધાર્મિક વિધિમાં સમાજના પ્રમુખ ભાવેશભાઈ ઠાકર, મધુસૂદન ભટ્ટ, ડો. નરેશ જોશી, પ્રવિણભાઈ દવે, સમીપભાઈ જોશી, હિતેષભાઈ દવે, પ્રકાશ ભટ્ટ, ડો. મનીષ પંડ્યા, દિલીપભાઈ દવે, ક્રિષ્ના મિશ્રા, મહેન્દ્ર જાની, વિનોદ દવે, દીપક દવે, અનંત વ્યાસ, ચંદ્રેશ પંડ્યા સહિત 55થી વધુ બ્રહ્મબંધુઓ જનોઈ બદલવાની વિધિમાં જોડાયા હતા. આ કાર્યક્રમ સમાજમાં ધાર્મિક સંસ્કારોના જતન અને સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.