ગાંધીધામ ટુડે, ન્યૂઝ : સવારથી ગાંધીધામ અને આસપાસના વિસ્તારમાં એક મિની પ્લેનને ઘણી નીચી ઊંચાઈએ સતત ચક્કરો મારતા જોઈને લોકોએ અનેક અંદાજો લગાવ્યાં હતા. કેટલાકે કહ્યું કે ટ્રેઇનિંગ પ્લેન છે, તો કેટલાકે સંશય વ્યક્ત કર્યો કે કોઈ આગાહી અંગેનું સર્વે તો નથી?
અંતે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું કે આ પ્લેન જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI) દ્વારા ખાસ હવાઈ સર્વે માટે મોકલાયું છે. આવી ફ્લાઈટ્સ દેશભરના વિવિધ વિસ્તારોમાં જમીનની રચના, ખનિજ સંસાધન અને ભૂગર્ભ તત્વોની વિગતો મેળવવા માટે થાય છે.
આ સર્વે રૂટિન પ્રક્રિયાનો ભાગ હોય છે અને કોઈ ઇમર્જન્સી અથવા સુરક્ષાજનિત કારણો સાથે તેનું સંબંધી નથી. તેમ છતાં, સામાન્ય લોકોમાં હજી પણ આ પ્લેન વિષે રસ અને ઉત્સુકતા સતત જોવા મળી રહી છે.