દેશના પ્રધાનમંત્રીએ દીનદયાલ પોર્ટના ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટની પ્રશંસા કરી

દેશના પ્રધાનમંત્રીએ દીનદયાલ પોર્ટના ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટની પ્રશંસા કરી દેશના પ્રધાનમંત્રીએ દીનદયાલ પોર્ટના ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટની પ્રશંસા કરી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA), કંડલા દ્વારા શરૂ કરવામાં આવેલા ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટની પ્રશંસા કરી છે. આ પ્રશંસા ગુજરાત માટે ગૌરવની વાત છે, કારણ કે આ પ્રોજેક્ટ દેશના મેક-ઇન-ઇન્ડિયા વિઝનને અનુરૂપ છે અને ભારતને નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્ય તરફ આગળ ધપાવશે.


10 મેગાવોટના પ્લાન્ટમાંથી 1 મેગાવોટનો પ્લાન્ટ થયો કાર્યરત

ચાર મહિના પહેલા, પ્રધાનમંત્રીશ્રીએ કચ્છની મુલાકાત દરમિયાન DPA, કંડલા ખાતે 10 મેગાવોટના ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો એક મેગાવોટનો ભાગ હવે સફળતાપૂર્વક કાર્યરત થઈ ગયો છે. આ સિદ્ધિ ભારતના બંદર ક્ષેત્ર માટે એક નવી શરૂઆત છે, કારણ કે આ દેશનો પ્રથમ મેક-ઇન-ઇન્ડિયા-આધારિત ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ છે.


આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ

Advertisements

પ્રધાનમંત્રીશ્રીએ ટ્વિટ કરીને DPAની આ પહેલને “પ્રશંસનીય પ્રયાસ” ગણાવ્યો છે અને જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ ટકાઉ વિકાસને મજબૂત બનાવે છે. આ પ્લાન્ટ કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ભારતના મિશનને ટેકો આપશે. આ પ્રોજેક્ટ દેશના કોઈ પણ બંદર દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલી ભવિષ્યલક્ષી પહેલ છે. DPA, કંડલાના ચેરમેન શ્રી સુશીલકુમાર સિંઘે જણાવ્યું કે આ પ્રોજેક્ટ માત્ર DPA કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે મહત્વનો સાબિત થશે.

Advertisements

આ પ્રોજેક્ટ દર્શાવે છે કે આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે અને ગુજરાત ફરી એકવાર દેશની વિકાસ યાત્રામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. આ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ ભવિષ્યમાં દરિયાઈ ક્ષેત્રમાં પરિવર્તનનો પાયો નાખશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment