ગાંધીધામ ટુડે, ન્યુઝ : પશ્વિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા વીજ લાઈન પર અગત્યની જાળવણી સંબંધિત કામ કરવાનું હોવાથી વીજ કાપની જાહેરાત કરાઈ છે.

જેમાં આગામી તા.૦પ/૦૪ના ઝુલેલાલ ફિડરમાં આવતા ચારસો કવાર્ટર, કલેકટર રોડ ખન્ના માર્કેટ, ૧ર/બી, ૧ર/એ, પ્લોટ નં.૦૧થી ૧૦ તેમજ શોપ સી-૦૧થી ર૮, ૧/એ, ડી.બી.ઝેડ. – એન, ટી.સી.એકસ. – એન., એસ.ડી.એકસ. – એન.નો અમુક વિસ્તાર તથા રેલવે કોલોનીનો અમુક વિસ્તારમાં સવારે ૬થી બપોરે ર વાગ્યા સુધી તેમજ સીતારામ ફિડરમાં આવતા મીઠીરોહરનો ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સવારે ૮થી બપોરના ૪ વાગ્યા સુધી, તા.૦૬/૦૪ના એસ.વી.પી ફિડરમાં આવતા સેકટર ૧, સેકટર ર, સેકટર ૩, સેકટર ૭, પુનમ સોસાયટી તેમજ સપનાનગર સી લાઈનમાં સવારે ૬થી બપોરે ર વાગ્યા સુધી, આઈ.ઓ.સી ફિડરમાં આવતા આઈ.ઓ.સી.એલ, બી.પી.સી.એલ, એચ.પી.સી.એલ, કિડાણા ગોડાઉન વિસ્તાર અને સોલ્ટ વિસ્તારમાં સવારે ૮થી બપોરના ૪ વાગ્યા સુધી, તા.૦૭/૦૪ના અંબિકા ફિડરમાં આવતા મીઠીરોહરનો ઈન્સ્ટ્રીયલ વિસ્તાર, તા.૦૮/૦૪ના કેરી જી.આઈ.ડી.સી ફિડરમાં આવતા મીઠીરોહર જી.આઈ.ડી.સી વિસ્તાર, તા.૦૯/૦૪ના પાઈન ઈન્ડિયા ફિડરમાં આવતા પડાણા અઅને ચુડવાનો ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર, તા.૧૦/૦૪ના કોટેશ્વર ફિડરમાં આવતા પડાણા અને ચુડવાનો ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને તા.૧૧/૦૪ના મહાલક્ષ્મી ફિડરમાં આવતા મીઠીરોહરના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સવારે ૮ વાગ્યાથી બપોરે ૪ વાગ્યા સુધી વીજ કાપ રાખવામાં આવશે.