ભુજ-મુંબઈ વચ્ચે 10 મેથી ત્રીજી દૈનિક ફ્લાઈટ શરૂ થશે

ભુજ-મુંબઈ વચ્ચે 10 મેથી ત્રીજી દૈનિક ફ્લાઈટ શરૂ થશે ભુજ-મુંબઈ વચ્ચે 10 મેથી ત્રીજી દૈનિક ફ્લાઈટ શરૂ થશે

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભુજ અને મુંબઈ વચ્ચે હવાઈ મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. હાલમાં દરરોજ બે ફ્લાઈટ ઉપલબ્ધ છે, જે મોટાભાગે ફૂલ રહે છે. પ્રવાસીઓની માંગને ધ્યાનમાં રાખીને, 10 મેથી ભુજ-મુંબઈ વચ્ચે ત્રીજી દૈનિક ફ્લાઈટ શરૂ થશે.

આ ફ્લાઈટ મુંબઈથી બપોરે 12:10 કલાકે ઉપડીને ભુજ 1:35 કલાકે પહોંચશે, અને ભુજથી બપોરે 2:05 કલાકે ઉપડીને મુંબઈ 3:40 કલાકે પહોંચશે. આ નવી સેવાથી ભુજ-મુંબઈ વચ્ચે અવરજવર કરતા લોકો, એનઆરઆઈ અને વિદેશ જતા-આવતા પ્રવાસીઓને કનેક્ટિવિટીમાં સરળતા રહેશે. દક્ષિણ ભારત જતા પ્રવાસીઓ પણ તેનો લાભ લઈ શકશે.

હાલમાં ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયું છે અને ભાડું અંદાજે ₹ 5500 છે. નવી ફ્લાઈટ શરૂ થવાથી પ્રવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. હવે ભુજ એરપોર્ટ સવારથી સાંજ સુધી અમદાવાદ, દિલ્હી અને મુંબઈની ફ્લાઈટથી ધમધમતું રહેશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *