ગાંધીધામ ટુડે, ન્યૂઝ : દેશમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સામે સખત વલણ દાખવતા કેન્દ્ર સરકાર હવે સોશિયલ મીડિયા પર દેશ વિરુદ્ધ હેરાનગતિભરી પોસ્ટ કે વીડિયો શેર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા તૈયાર છે. આવું કરનારાઓની ઓળખ માટે ખાસ ટીમ બનાવવામાં આવશે અને જરૂરી પોલિસી તૈયાર થઈ રહી છે.
ખાસ ટીમ કરશે મોનિટરિંગ
મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ખોટી માહિતી, નફરત ભરેલી પોસ્ટ અને વિભાજનકારી સામગ્રી પોસ્ટ કરનારાઓ સામે હવે સરકાર ફાટફાટ એક્શન લેશે. ગુપ્તચર એજન્સીઓ અને આંતરિક સુરક્ષા દળોની સંસદીય સમિતિને અપડેટ આપી દેવાઈ છે કે આવાં કૃત્યો સામે હવે શૂન્ય સહનશીલતા રાખવામાં આવશે.
સોશિયલ મીડિયા હેન્ડલ્સ થશે બ્લોક
ખાલિસ્તાની તત્વો સહિત ભારત વિરુદ્ધ કામગીરી કરનાર તમામ વ્યક્તિઓના સોશિયલ હેન્ડલ્સને ટ્રેક કરીને જરૂર પડે ત્યાં સુધી બ્લોક કરાશે. ગુપ્તચર એજન્સીઓ, CBI, NIA, અને રાજ્ય પોલીસ સમિતિઓને પણ સમગ્ર કામગીરીમાં જોડવામાં આવી છે.
અમેરિકન પ્લેટફોર્મ્સ સાથે વાતચીત
અમેરીકાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે Facebook, X (Twitter), Instagram વગેરે સાથે પણ ભારત સરકાર દ્વારા વારંવાર મિટિંગ થઈ રહી છે જેથી ભારત વિરોધી મટિરિયલ ત્યાં અપલોડ ન થાય અને તાત્કાલિક કાર્યવાહી થઈ શકે.