ગાંધીધામ માં જળસંકટ વચ્ચે હજારો લિટર પાણીનો વેડફાટ

ગાંધીધામ માં જળસંકટ વચ્ચે હજારો લિટર પાણીનો વેડફાટ ગાંધીધામ માં જળસંકટ વચ્ચે હજારો લિટર પાણીનો વેડફાટ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના ગુરુનગર વિસ્તાર અને કલેક્ટર રોડ વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈનમાં થયેલા લીકેજને કારણે દરરોજ હજારો લીટર કિંમતી પાણીનો બગાડ થઈ રહ્યો છે. શહેરમાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા પીવાનું પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે, તેમ છતાં અનેક વિસ્તારોમાં પાઈપલાઈનમાં ઉદભવેલા લીકેજના કારણે રસ્તાઓ પર સતત પાણી વહેતું જોવા મળે છે.

આ પ્રકારની સ્થિતિને કારણે ન માત્ર પાણીનો મોટી માત્રામાં વેડફાટ થઈ રહ્યો છે, પરંતુ રસ્તાઓને પણ નુકસાન પહોંચી રહ્યું છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને પણ અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, તેઓએ આ મુદ્દે અનેકવાર મહાનગરપાલિકાને રજુઆત કરી છે, પરંતુ હજુ સુધી યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી.

સ્થાનિક રહેવાસીઓએ આ લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાના તાત્કાલિક નિવારણની માંગ કરી છે. તેઓનું કહેવું છે કે, મહાનગરપાલિકા નીતિનિયમિત રીતે પાણીની લાઈનોની તપાસ કરે અને જ્યાં જ્યાં લીકેજ છે, ત્યાં ફટાફટ મરામત કાર્ય હાથ ધરે.

પાણીના ઘટતા સ્ત્રોતો અને વધતી માંગ વચ્ચે આવો વેડફાટ ગંભીર સમસ્યા છે. નાગરિકો મહાનગરપાલિકા પાસેથી અપેક્ષા રાખે છે કે, જો તે યોગ્ય અને સમયસર પગલાં નહીં લે તો આગામી સમયમાં પાણીની ઉપલબ્ધતા વધુ ગંભીર બની શકે છે. સ્થાનિક લોકો દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે, પાઈપલાઈનના જાળવણીના પગલાંઓ માટે લાંબા ગાળાની યોજના અમલમાં મૂકવી જોઈએ.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *