ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અમદાવાદ મા ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ને પાકિસ્તાનના નામથી એક ઇમેલ પ્રાપ્ત થયો છે, જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ ધમકીભર્યો ઇમેલ થોડા સમય પહેલાં મળ્યો હતો, જેના અંગે તરતજ અમદાવાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને બોમ્બ સ્ક્વોડની ટીમ સ્ટેડિયમ ખાતે પહોંચીને તાત્કાલિક ચેકિંગની કાર્યવાહી શરૂ કરી હતી. સ્ટેડિયમના દરેક ખૂણે સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
‘We Will Blast Your Studium’
એક સિનિયર IPS અધિકારીએ જણાવ્યુ કે આ ઇમેલમાં માત્ર એક જ લાઇન લખેલી છે – ‘We Will Blast Your Studium’. ઇમેલ મોકલનારનું નામ પાકિસ્તાનનું બતાવાયું છે. મહત્વની વાત એ છે કે આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની મહત્વપૂર્ણ મેચ યોજાવાની છે. તેથી આ ધમકીને હલ્કેઆતે લેવાની જગ્યા નથી. સુરક્ષા એજન્સીઓએ મામલાની ગંભીરતા સંજીને તમામ જરૂરી પગલાં શરૂ કરી દીધા છે.