ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કાસેઝમાં આવેલા વેરહાઉસમાં લાગેલી આગ અંગે સીસીટીવી ફુટેઝમાં તેનોજ ચોકીદાર અને અન્ય મજુરના કારણે ભીષણ આગ લાગી હોવાનું અને 18 કરોડનું નુકશાન તેમજ તેનાથી પણ મોટી દુર્ઘટના થતામાં રહી ગઈ હોવાનું ખુલ્યું હતું, જે અંગે ત્રણેય આરોપીની પોલીસે અટક કરી છે.
ગત મહિને કાસેઝમાં આવેલા બજાજ વેરહાઉસમાં ભયાનક આગ ભભુકી ઉઠી હતી. જેને વિવિધ અગ્નીશામક મશીનો દ્વારા 18 કલાકની જહેમત બાદ કાબુમાં આવી હતી. આ આગ લાગવાના આરોપી કંપનીનાજ ચોકીદાર અને કામ અર્થે રાખેલા મજુર જવાબદાર હોવાનું ખુલ્યું હતું. જે અન્વયે સુપરવાઈઝર કિશનલાલ ઉર્ફે પાજી રામલાલ શર્મા (ઉ.વ.59) (રહે. મેઘપર કુંભારડી), સિક્યોરીટી ગાર્ડ દેવી કાંશી પૈટી (ઉ.વ. 48) (રહે. પીએસએલ કાર્ગો ઝુપડા) અને મજુર હમીર રામજીભાઈ મ્યાત્રા (ઉ.વ.30) (રહે. અંતરજાળ) ની ગાંધીધામના બી ડિવીઝન પોલીસે અટક કરી હતી.
જે આગ કઈ રીતે લાગી? તેની તપાસમાં બાબુ ઈન્ટરનેશનલ કંપનીની ઓફીસમાંથી કબ્જે કરેલા સીસીટીવીમાં ખુલ્યુ કે સુપરવાઈઝરના કહેવાથી ગોડાઉન આગળ લોખંડના બેરલોમાં વેસ્ટેઝ કપડા નાખીને આગ લગાવાઈ હતી, પવનથી આગનો તણખો ગોડાઉનમાં પડતા આગ લાગી હતી. આ કામગીરી ગાંધીધામ બી ડિવીઝન પીઆઈ એસ.વી. ગોજીયા, પીએસઆઈ એલ.એન.વાઢીયા, સી.એચ. બડીયાવદરા તથા સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો.