ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુરમાં તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સામે ટેઉરામ સર્કલ પાસે આવેલ રીધ્ધી એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાં બેસીને બપોરના ભાગમાં મહેશ મહેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ (રહે.ગોકુલધામ સોસાયટી, ડીપીએસ સ્કુલ પાછળ ગળપાદર), નૈનેશ પોપટભાઈ પંચાલ (રહે. ભક્તિનગર – ૨, મેઘપર કુંભારડી) અને નિલેશ મહેશભાઈ ચૌહાણ (રહે. વોર્ડ ૨બી, આદિપુર)ને દારૂની મહેફીલ માણતા આદિપુર પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેયની વિરૂધ્ધ પ્રોહીબીશનની કલમો તળે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Add a comment