એસિડ એટેક, લુંટ અને હિંસાના ગુનાઓમાં સંડોવાયેલ ત્રણ શખ્સો ‘ગુજસીટોક’ હેઠળ ઝડપાયા

એસિડ એટેક, લુંટ અને હિંસાના ગુનાઓમાં સંડોવાયેલ ત્રણ શખ્સો ‘ગુજસીટોક’ હેઠળ ઝડપાયા એસિડ એટેક, લુંટ અને હિંસાના ગુનાઓમાં સંડોવાયેલ ત્રણ શખ્સો ‘ગુજસીટોક’ હેઠળ ઝડપાયા

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ પોલીસે અંજારના ત્રાસ ફેલાવતાં ત્રણ ગુનાખોરોને ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (GUJCTOC – ગુજસીટોક) હેઠળ કડક કાર્યવાહી કરી છે. આ ત્રણેય શખ્સો સામે કુલ 27 ગુનાઓ દાખલ છે, જેમાં એસિડ એટેક, લુંટ, ધાડ, જીવલેણ હુમલાઓ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.

આરોપીઓની ઓળખ:

Advertisements
  1. વસંત રમેશ કોલી – રહે. રોટરીનગર, અંજાર
  2. અઝરુદીન ઉર્ફે શબ્બીર નઝમુદીન બાયડ – રહે. બાયડફળીયું, અંજાર
  3. ફિરોઝ રમજુ લંઘા – રહે. ચિત્રકૂટ સર્કલ પાસે, અંજાર

આ શખ્સોએ છેલ્લા ઘણા સમયથી અંજાર અને આસપાસના વિસ્તારમાં ગુનાખોરીનો ત્રાસ ફેલાવ્યો હતો. તેઓ ટોળકીઓ બનાવીને અવારનવાર હિંસાત્મક હુમલાઓ, ધાકધમકી, રાયોટીંગ, તેમજ અથરોટસીટીઝ જેવા ગુનાઓ આચરતા હતા.

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અંજાર પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી ત્રણેય સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે.

કાર્યવાહી કરનાર ટીમ:
આ મહત્વની કાર્યવાહી PI એ.આર. ગોહિલ, PSI એસ.જી. વાળા, ડી.વી. ખાંભલા અને અંજાર પોલીસ સ્ટાફની કામગીરી હેઠળ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.

Advertisements

આ કાર્યવાહીથી સ્થાનિક નાગરિકોમાં સલામતીની લાગણી ઉભી થઈ છે અને ત્રાસ ફેલાવતા તત્વોને સખ્ત સંદેશો આપવામાં આવ્યો છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment