- પોલીસે તાત્કાલિક આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી
ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ આદિપુરના પાંજાે ઘર ડીસી-પાંચ વિસ્તારમાં રમતી ત્રણ વર્ષીય એક બાળકીના અપહરણની કોશિશ કરતા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
આદિપુરના પાંજાે ઘર વિસ્તારમાં ગત તા. ૨૪/૨નાં સમીસાંજે આ બનાવ બન્યો હતો. સાંજે નાના બાળકો રમી રહ્યાં હતાં દરમિયાન પ્રવીણ રામકુમાર પટેરિયા નામના શખ્સે ત્રણ વર્ષીય બાળકીને ઉપાડીને લઇ જવાનો પ્રયાસ કર્યો હતો, તેવામાં ત્યાં રમતા અન્ય બાળકોએ રાડારાડ કરતાં આ શખ્સ બાળકીને મૂકીને નાસ્યો હતો.
બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં આ શખ્સને પોલીસે પકડી પાડ્યો હોવાનું આદિપુર પોલીસ મથકેથી જાણવા મળ્યુ હતુ. આરોપીએ કેવા ઇરાદાથી આવું કૃત્ય કર્યું હતું તેની તપાસ ચાલુમાં હોવાનું પોલીસે જણાવ્યુ હતુ.