ટ્રાફિક જાગૃતિ: અંજારની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં વિશેષ કાર્યક્રમ યોજાયો

ટ્રાફિક જાગૃતિ: અંજારની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં વિશેષ કાર્યક્રમ યોજાયો ટ્રાફિક જાગૃતિ: અંજારની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં વિશેષ કાર્યક્રમ યોજાયો

ગાંધીધામ ટુડે ન્યુઝ: પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ ભુજ અને પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, પૂર્વ કચ્છ-ગાંધીધામના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક નિયમન અને વાહન અકસ્માત નિવારણ માટે ચાલી રહેલી ટ્રાફિક અવેરનેસ ઝુંબેશના ભાગરૂપે અંજારની સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં એક વિશેષ ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આશરે ૪૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ટ્રાફિકના પો.સ.ઈ.શ્રી અને તેમના સ્ટાફ દ્વારા ઉપસ્થિત લોકોને ટ્રાફિકના વિવિધ નિયમો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

જેમાં ખાસ કરીને વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરવાનું મહત્વ, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો, પાર્કિંગના નિયમોનું પાલન કરવું, RTO માન્ય નંબર પ્લેટ રાખવી, અને વાહનના જરૂરી દસ્તાવેજો DigiLocker તથા mParivahan એપ્લિકેશનમાં રાખવા જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Advertisements
Advertisements


કાર્યક્રમ દરમિયાન સરકારના નિયમો સંબંધિત પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની જાગૃતિ ઝુંબેશ ભવિષ્યમાં પણ અવિરતપણે ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું હતું. આ પહેલનો મુખ્ય હેતુ વાહનચાલકો અને નાગરિકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવી માર્ગ અકસ્માતો ઘટાડવાનો છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment