ગાંધીધામ ટુડે, ન્યુઝ : અંજાર-ભુજ હાઈવે પર રિવેરા હોટલની બાજુમાં આજે સવારથી ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પૂર્વ કચ્છના એસપી સાગર બાગમાર અને જિલ્લા ટ્રાફિક પોલીસની સૂચના મુજબ આ કામગીરી કરવામાં આવી હતી.

પોલીસે મુસાફરોથી ભરેલી બેફામ દોડતી લક્ઝરી બસો તેમજ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોની તપાસ કરી હતી. નિયમભંગ કરનારા વાહનચાલકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ ૧૧,૫૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. એક લક્ઝરી બસને ડિટેઈન પણ કરવામાં આવી હતી.
આ ઝુંબેશમાં જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ એ.એન. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન, કોન્સ્ટેબલ દાનાભાઈ, હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ, હીરાભાઈ અને ધર્મેન્દ્રસિંહ સહિત ગાંધીધામ ટ્રાફિક પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસના મોટી સંખ્યામાં જવાનો જાેડાયા હતા.