ગાંધીધામ ટુડે ન્યૂઝ : અંજાર તાલુકાના વરસામેડી ગામના આર્ય વિદ્યાલય ખાતે “સેવા પ્રયાસ ફાઉન્ડેશન”ના સંસ્થાપક ડૉ. નિકુંજ બલદાણિયાના જન્મદિવસ નિમિતે તા. ૨૩/૦૭/૨૦૨૫ના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સેવા પ્રયાસ ફાઉન્ડેશનના સંસ્થાપક ડૉ. નિકુંજ બલદાણિયાના જન્મદિવસ નિમિતે તા. ૨૩/૦૭/૨૦૨૫ના રોજ અંજાર તાલુકાના વરસામેડી ગામના આર્ય વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ. તે પ્રસંગે સમગ્ર પરિસર ખાતે ૫૦ અલગ અલગ પ્રકારના છોડ રોપવામાં આવેલ.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હરિયાળું અને સ્વસ્થ ભવિષ્ય નિર્માણ કરવાનો છે. સંસ્થાના કાર્યકરો અને સ્થાનિક રહીશો તેમજ આર્ય વિદ્યાલયના શિક્ષકો, વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સાથે કાર્યક્રમને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો.
આ પ્રસંગે ડો. નિકુંજ બલદાણિયાએ જણાવ્યું કે. “વૃક્ષારોપણ માત્ર પર્યાવરણની સંભાળ નહિ પણ આવતી પેઢીઓ માટે એક સકારાત્મક સંદેશ છે.” દરેક વ્યક્તિ એમના જન્મદિવસ પ્રસંગે એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે અને પર્યાવરણને સુરક્ષિત રાખે.
સેવા પ્રયાસ ફાઉન્ડેશન તરફથી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સહભાગી સૌને આભાર માનવામાં આવ્યો તથા ભવિષ્યમાં વધુ આ પ્રકારની પર્યાવરણ અનુકૂળ પ્રવૃત્તિઓ માટે પ્રતિબદ્ધ રહેવા સંકલ્પ કરવામાં આવ્યો.

આ પ્રસંગે સેવા પ્રયાસ ફાઉન્ડેશનની ટીમના ડૉ. નિકુંજ બલદાણિયા સર, મહામંત્રી યશદીપસિંહ જાડેજા, દિપેનભાઈ જોડ, તરુબેન પ્રજાપતિ, પ્રતિિકભાઈ લોહાને, ડેન્ટીસ્ટ ડો. હીનાબેન લાલવાણી, ધવલભાઇ, કાંતિભાઈ કેંગનવાળા, સ્ટાફ અને વિદ્યાર્થીઓ આર્ય વિદ્યાલયની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
બધા ભારતીયને એક વૃક્ષ મા કે નામ અને એક વૃક્ષ દેશ માટેનો સંદેશ.ડૉ. નિકુંજ બલદાણિયા દ્વારા પાઠવવામાં આવ્યો. સૌના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવામાં આવ્યો.

“હરિયાળું ભવિષ્ય, સ્વસ્થ જીવન” ના અભિગમ સાથે સેવા પ્રયાસ ફાઉન્ડેશન પર્યાવરણ માટે પગલાં ભરવા હંમેશા સકારાત્મક રહેલ છે. અને આવનારા સમયમાં પણ માનવ ઉત્થાન, જીવદયા તેમજ પર્યાવરણ લક્ષી કાર્યક્રમો કરવા કટિબદ્ધ છે.