ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ના રચયિતા, નોબલ પુરસ્કાર વિજેતા અને મહાન ચિંતક ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ નિમિત્તે ગાંધીધામમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
ગાંધીધામની કર્તવ્ય ટીમના સભ્યોએ ગુરુદેવની પ્રતિમાની સફાઈ કરી, પુષ્પમાળા અર્પણ કરી અને તેમને ભાવપૂર્વક યાદ કર્યા. આ પ્રસંગે ટીમ દ્વારા જણાવવામાં આવ્યું કે ગુરુદેવ ટાગોરનું જીવન અને તેમનાં કાર્યો આપણા સૌ માટે પ્રેરણાદાયક છે. તેમણે દર્શાવેલા માર્ગ પર ચાલીને આપણે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકીશું.
રવીન્દ્રનાથ ટાગોર એક મહાન કવિ, લેખક, સંગીતકાર અને ચિત્રકાર હતા. તેમણે ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. આજે પણ તેમના વિચારો અને કલાકૃતિઓ લાખો લોકોને પ્રેરણા આપી રહ્યાં છે.