ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ સુરતમાં હજીરા રો-રો ફેરી ખાતે ફરી એક વખત વિદેશી દારૂ ની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. હજીરા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમી આધારે દારૂ ભરેલી ટ્રક પકડી પાડી 18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રો-રો ફેરી મારફતે દારૂનો જથ્થો ભાવનગર તરફ જવાનો છે. આ કેસમાં પોલીસે બે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત હજીરા રો-રો ફેરી ખાતે ફરી એક વખત વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. હજીરા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમી આધારે દારૂ ભરેલી ટ્રક પકડી પાડી 18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટ્રકમાં ભરેલા M.S. સ્ક્રેપની નીચે છુપાવાયેલ વિદેશી દારૂનો જથ્થો એકંદરે રૂ. 1.09 લાખથી વધુનો હોવાનું ખુલ્યું છે.
હજીરા પોલીસ સ્ટેશનને બાતમી હકીકત મળી હતી કે, સુરત તરફથી આવતી અશોક લેલન કંપનીની ટ્રક (રજી. નં. GJ-03-BT-9669)માં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરાયેલ છે અને તે રો-રો ફેરી મારફતે ભાવનગર તરફ જવાનો છે. આ બાતમી આધારે હજીરા સ્થિત રો-રો ફેરીના પાર્કિંગ ખાતે પોલીસની સર્વેલન્સ ટીમએ વોચ ગોઠવી અને સંદિગ્ધ ટ્રકને અટકાવી ચકાસણી હાથ ધરી હતી.
ચકાસણી દરમિયાન ટ્રકમાં M.S. સ્ક્રેપ ભરાયેલું જોવા મળ્યું હતું, પરંતુ ગુપ્ત રીતે છુપાવેલી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી. કુલ 113 વિદેશી દારૂની બોટલો ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડ સાથે મળી આવી હતી, જેની કિંમત રૂ. 1,09,473 આંકવામાં આવી છે. આ ઉપરાંત ટ્રકમાં રહેલું M.S. સ્ક્રેપ, જેનું વજન 16.100 ટન છે, તેની કિંમત રૂ. 7,02,926 દર્શાવવામાં આવી છે.
પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાંથી 1,09,473 રૂપિયાની કિમંતની ભારતીય બનાવટની અલગ અલગ વિદેશી બ્રાંડની બાટલીઓ 113 નંગ મળી આવી હતી. પોલીસે તે વિદેશી દારૂનો જથ્થો, 2 મોબાઈલ ફોન, 10 લાખની કિમંતનો ટ્રક, 7,02,926 રૂપિયાની કિંમતનો ટ્રકમાં ભરેલો M.S. સ્ક્રેપ GI જેનો વજન 16.100 ટન, વગેરે મળી કુલ 18,32, 399 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં પોલીસે વિમલભાઈ ધીરુભાઈ દોંગા અને કિરણભાઈ બુધાભાઈ ભાટિયાને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.