ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટૂમ્પે ટેરિફ બોમ્બ ફોડીને ભારત પર 26% ટેરિફ ઝીંક્યો છે. જેના કારણે ગુજરાતના ઉદ્યોગો દ્વારા અમેરિકામાં થતી 80,000 કરોડ રુપિયા ઉપરાંતની નિકાસને પણ આ ટેરિફની અસર થશે. સ્વાભાવિક છે કે, ટેરિફના કારણે અમેરિકામાં આ વસ્તુઓ મોઘી થશે.
મળતી વિગતો પ્રમાણે ગુજરાતમાંથી અલગ અલગ દેશોમાં 2000 કરતા વધારે પ્રોડ્કટસની અલગ અલગ દેશોમાં રુપિયા 11 લાખ કરોડની નિકાસ કરવામાં આવે છે.
આ પૈકીની 10% નિકાસ અમેરિકામાં થાય છે. ગુજરાતના વિવિધ બંદરો પરથી જે પ્રોડ્કટસની અમેરિકામાં નિકાસ થાય છે તેમાં સૌથી વધારે પ્રોડક્ટસનું ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રિઝની પ્રોડકટસ એટલે કે દવાઓ આવે છે. ત્રીજા ક્રમે ડાયમંડ છે.
અમેરિકન પ્રમુખે કરેલી જાહેરાત પ્રમાણે ફાર્માસ્યુટિકલ્સ, સેમિ કન્ડકટર્સ, કોપર અને એનર્જી પ્રોડ્કટસ પર 0% અને બાકીની પ્રોડક્ટ્સ પર 27% ટેરિફ લાગશે. તેના કારણે ગુજરાતમાંથી સૌથી વધારે નિકાસ થતી પેટ્રોકેમિકલ પ્રોડક્ટ પર અને ફાર્માસ્યુટિકલ પ્રોડકટસ ટેરિફમાંથી અત્યારે બાકાત રહી શકી છે. બાકીની મોટાભાગની પ્રોડક્ટ્સને 27% ટેરિફનો આંચકો સહન કરવાનો વારો આવશે.
2024-25ના નાણાકીય વર્ષમાં એપ્રિલથી જાન્યુઆરી સુધીમાં ગુજરાતના વિવિધ પોર્ટ પરથી 25,500 કરોડ રૂપિયાની પેટ્રોકેમિકલ અને 10,000 કરોડ રૂપિયાની ફાર્મા પ્રોડક્ટ્સ અમેરિકામાં એક્સપોર્ટ થઈ ચૂકી છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી થયેલી નિકાસનો આંકડો 1.12 લાખ કરોડ રૂપિયા જેટલો થવા જાય છે.
અમેરિકામાં થતી નિકાસમાં વડોદરાની અને ગુજરાતની ફાર્મા કંપનીઓનો મોટો ફાળો છે.વડોદરામાં લગભગ 15 જેટલા પ્લાન્ટ એવા છે જેમાં બનતી દવાઓ અમેરિકામાં વેચાય છે. કારણકે અમેરિકામાં ભારત 12 અબજ ડોલરની દવાઓ એક્સપોર્ટ કરે છે. તેમાં ગુજરાતનો લગભગ 3 થી 4 અબજ ડોલરનો ફાળો હોવાનો અંદાજ છે. ગુજરાતમાં દવાઓના લગભગ 3000 જેટલા પ્લાન્ટ્સ છે.
અમેરિકામાં વેચાતી 45% ટકા જેનેરિક દવાઓ ભારતમાં બનેલી હોય છે. અત્યારે તો અમેરિકાએ ફાર્મા પ્રોડકટસને ટેરિફમાંથી બાકાત રાખી છે પરંતુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બહુ જલ્દી દવાઓ પર પણ અસાધારણ ટેરિફ નાખવાની જાહેરાત કરી છે. વડોદરા ફાર્મા ઈન્ડસ્ટ્રિઝ એસોસિએશનના એકટિંગ પ્રેસિડેન્ટ ભરતભાઈ દેસાઈનું કહેવું છે કે, ટ્રમ્પ શું કરશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ તેમની લેટેસ્ટ જાહેરાતથી ફાર્મા ઉદ્યોગોનું ટેન્શન વધ્યું છે તે ચોક્કસ છે.