શિણાય – અંજાર રોડ પર શંકાસ્પદ ચોરાઉ ભંગાર સાથે બે આરોપીની અટક

શિણાય – અંજાર રોડ પર શંકાસ્પદ ચોરાઉ ભંગાર સાથે બે આરોપીની અટક શિણાય – અંજાર રોડ પર શંકાસ્પદ ચોરાઉ ભંગાર સાથે બે આરોપીની અટક

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ આદિપુર પોલીસે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી ટેમ્પોમાં લઇ જવાતા શંકાસ્પદ ચોરાઉ ભંગાર સાથે બે આરોપીની અટક કરી હતી.

આદિપુર પીઆઇ ડી.જી.પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની સૂચના મુજબ અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન શિણાય – અંજાર રોડ પર ટેમ્પોમાં ચોરી છળકપટથી મેળવેલા ભંગારના જથ્થા સાથે નિકળવાના હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો નિકળતાં તેને રોકી તલાશી લેતાં રૂ.58,800 ની કિંમતના પતરાના ટુકડા સહિતના મિક્સ ભંગાર સાથે અંતરજાળના ગોપાલનગરમાં રહેતા સુરેશ બાબુભાઇ દેજીપુજક અને સુરેશ વિશનજી પારાધીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *