આદિપુરમાં બે નવી પોલીસચોકીનું ઉદ્ઘાટન: સુરક્ષામાં વધારો

આદિપુરમાં બે નવી પોલીસચોકીનું ઉદ્ઘાટન: સુરક્ષામાં વધારો આદિપુરમાં બે નવી પોલીસચોકીનું ઉદ્ઘાટન: સુરક્ષામાં વધારો
Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના હસ્તે આજે આદિપુરના વોર્ડ 4 અને 80 બજાર વિસ્તારમાં બે નવી પોલીસચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઝરમર વરસાદ વરસતા ધારાસભ્યએ જણાવ્યું કે ઈન્દ્રદેવ પણ આ પળને વધાવી રહ્યા છે.

પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે આ બંને નવી પોલીસચોકીના કારણે સંબંધિત વિસ્તારોમાં પોલીસની સતત હાજરી અને પેટ્રોલિંગ સુનિશ્ચિત થશે. આનાથી વેપારીઓ અને સ્થાનિક લોકોને પડતી નાની-મોટી સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવી શકાશે, જેનાથી કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે.

Advertisements
Advertisements

આ પોલીસચોકીઓના નિર્માણમાં સહકાર આપનાર દાતાઓ, જેમાં અંબાજી ગ્રુપ અને રાજાણી ગ્રુપનો સમાવેશ થાય છે, તેમનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે બંને નવી પોલીસચોકી ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment