ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદીપુર પોલીસ લાઇન ખાતે સિટી ટ્રાફિક પોલીસ પૂર્વ કચ્છ, ગાંધીધામ તથા ગાંધીધામ જૈન સેવા સમિતિ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોકહિતના કેમ્પનું આયોજન સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ. વી. રાજગોર પણ ઉપસ્થિત રહ્યા હતા.

જૈન સેવા સમિતિના પ્રમુખ પારસમલ નાહટા, ટ્રસ્ટી રોહિતભાઈ શાહ અને સી.ઈ.ઓ. ડૉ. કપિલ વ્યાસના નેતૃત્વમાં નિષ્ણાત તબીબોની ટીમે સેવા આપી હતી. કેમ્પમાં ડૉ. રાજીવ ચંદનાની, ડૉ. કમલેશ થારવાની, ડૉ. અનુરાધાબેન, ડૉ. પલકબેન અને ડૉ. હનીબેન સહિત અનેક તજજ્ઞો હાજર રહ્યા હતા.

તબીબી કેમ્પમાં બ્લડ પ્રેશર, પેટના રોગો, ડાયાબિટીસ, સ્ત્રી રોગો, દંત રોગો તેમજ અન્ય સામાન્ય રોગોની નિઃશુલ્ક તપાસ અને સારવાર આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો તથા પોલીસ પરિવારોના સભ્યોએ કેમ્પનો લાભ લીધો હતો.

આ કેમ્પને સફળ બનાવવા માટે સિટી ટ્રાફિક ગાંધીધામના પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.આર. પટેલ, પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી ડી.જે. પ્રજાપતિ તેમજ ટ્રાફિક શાખાના કર્મચારીઓ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોનો યોગદાન નોંધપાત્ર રહ્યું હતું.
આ પ્રકારના આરોગ્ય કેમ્પો સમાજમાં સામાજિક જવાબદારી અને આરોગ્ય જાગૃતિ માટે ઉત્તમ ઉદાહરણરૂપ બને છે.