દેશભરમાં લગભગ દોઢ કલાકથી UPI સેવા બંધ

દેશભરમાં લગભગ દોઢ કલાકથી UPI સેવા બંધ દેશભરમાં લગભગ દોઢ કલાકથી UPI સેવા બંધ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ :  ભારતના ઘણા શહેરોમાં આજે બપોરે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) સેવાઓ અચાનક બંધ થઈ જતાં લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. આ સમય દરમિયાન ઘણા લોકો UPI દ્વારા ચુકવણી કરી શક્યા નહોતા. ડાઉનડિટેક્ટર નામની એક વેબસાઇટે આ આઉટેજને ટ્રેક ક્યો હતો અને પછી તેના વિશે જાણકારી આપી હતી. 

માહિતી અનુસાર યુપીઆઈ સિસ્ટમ ઠપ થવાને કારણે Paytm, PhonePe અને Google Payના યુઝર્સને સૌથી વધુ તકલીફ પડી હતી અને તેઓ UPI પેમેન્ટ કરી શક્યા નહોતા. ડાઉનડિટેક્ટર પર યુપીઆઈની સમસ્યા વિશે લોકોએ શનિવારે 12 વાગ્યાથી જ ફરિયાદો કરવાની શરૂઆત કરી હતી. 

આ દરમિયાન યુપીઆઈ ક્યૂઆર કોડ સ્કેન કર્યા બાદ પેમેન્ટની પ્રોસેસિંગનો મેસેજ આવતો હતો પણ 5 મિનિટ બાદ પણ પેમેન્ટ કમ્પલીટ થતું નહોતું. જોકે હજુ સુધી આ આઉટેજની સમસ્યા ગુજરાતના અમદાવાદ વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. જેમને યુપીઆઈથી પેમેન્ટ કરવાની ટેવ છે તેઓ સામે ફસાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. ચૂકવણીમાં તકલીફ વર્તાઈ રહી છે. લાખો લોકોને આ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. 

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *