ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ એસ.ઓ.જી. પોલીસ ટીમે સરકારી સબસિડીવાળું ખેતીમાં ઉપયોગ લેવાનું નીમ કોટેડ યુરિયા ખાતરનો ઔદ્યોગિક એકમમાં ઉપયોગ થતો હોવાની બાતમીના આધારે ચોપડવા-લુણવા રોડ ઉપર આવેલી રંગોલી પ્લાય કંપનીમાં આવેલા ગગન ટિમ્બરના રેકઝિન પ્લાન્ટમાં દરોડો પાડી યુરિયા ખાતર કુલ ૧૬૦ બોરી કબજે લીધી હતી. પકડાયેલા આ જથ્થાના પૃથક્કરણ માટે ખેતીવાડી અધિકારી દ્વારા નમૂના લઈને પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા હતા, જેના અહેવાલમાં આ ખાતર સબસિડીવાળું રાસાયણિક ખાતર નીમ કોટેડ યુરિયા હોવાનું સપાટી આવ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે ગગન ટિમ્બરના માલિક સંદીપભાઈ પુરણચંદ ગુપ્તા, રફીક મોહમદ આરબ, પ્રકાશભાઈ પદમાભાઈ મણોદરા, ચંદ્રેશ પ્રભુલાલ ઠક્કર, ઈમરાન રમજુભાઈ રાયમા, મહેન્દ્રસિંહ ભૂપતસિંહ ડાભી વિરુદ્ધ આવશ્યક ચીજ વસ્તુઓના અધિનિયમ અને બી.એન.એસ.ની કલમો તળે ગુનો નોંધી આરોપીઓની અટક કરી વધુ તપાસ આરંભી છે.


Add a comment