ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ અને આદિપુર જાેડીયા સીટી વચ્ચે આવેલ ડીસી-પની સામે આવેલ દીન દયાલ પોર્ટની માલિકીની ખુલ્લી જગ્યામાં ગાંધીધામ નગરપાલિકા દ્વારા દરેક પ્રકારનો કચરો ઠાલવવામાં આવે છે ત્યાં મૃત પશુઓ જેવા કે ગાય, વાછરડા અને આખલાઓના મૃતદેહને તેના શરીરમાંથી માંસ કાઢી લઈ વધેલ શરીરને ત્યાં ખુલ્લેઆમ ફેંકવામાં આવી રહેલ છે તે મૃતદેહમાં બચેલ માંસ આસપાસના કુતરાઓ ખાઈ રહેલ છે તેના લીધે તે કુતરાઓ જંગલી જેવા થઈ ગયેલ છે તે કુતરાઓ માંસ ખાવાના એટલા આધી થઈ ગયા છે કે જાે થોડા સમય માટે તેમને માંસ ખાવા ન મળે તો આસપાસના વિસ્તારનાં લોકોને કરડી ખાય છે. આ જ સુધીમાં તે જંગલી શિકારી કુતરાઓ ૪૦થી ૪ર લોકોને ગંભીર રીતે કચરી ખોલ છે તેના કારણે આસપાસના લોકોના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોને ભયંકર બીક અને હાલાકનીનો સામનો કરવો પડેલ છે. તેના સિવાય આસપાસના વિસ્તારમાં તે જૈવિક કચરાને કારણે ભયંકર દુર્ગંધ અને રોગચાળો પણ ફેલાઈ રહેલ છે. જેથી તાત્કાલિક યોગ્ય પગલા લેવા પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશન દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકાનાં કમિશ્નરને લેખિતમાં રજુઆત કરી હતી.


