શ્રાવણ માસમાં માંસ-મટનનું વેચાણ બંધ કરાવવા VHPની માગ

શ્રાવણ માસમાં માંસ-મટનનું વેચાણ બંધ કરાવવા VHPની માગ શ્રાવણ માસમાં માંસ-મટનનું વેચાણ બંધ કરાવવા VHPની માગ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : વિશ્વ હિન્દુ પરિષદ (VHP)-પૂર્વ કચ્છ દ્વારા ગાંધીધામમાં શ્રાવણ માસ દરમિયાન માંસ-મટનનું વેચાણ બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. સંસ્થાએ આ અંગે ગાંધીધામના કમિશનર અને મામલતદારને લેખિત પત્ર સુપરત કર્યો છે.

આ પત્રમાં જણાવાયું છે કે આગામી 25/07/2025થી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. હિન્દુ ધર્મની શ્રદ્ધા અને લાગણીઓને માન આપીને આ માસ દરમિયાન ધાર્મિક સ્થળો, મંદિરો અને જાહેર સ્થળો પાસે ચાલતું માંસ-મટનનું ગેરકાયદેસર વેચાણ બંધ કરાવવું જોઈએ. VHPએ આ વેચાણને હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારું ગણાવ્યું છે.

Advertisements
Advertisements

આ રજૂઆત સમયે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી દેવજીભાઈ મ્યાત્રા અને અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મુદ્દે વહીવટી તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment