ગાંધીધામ કોર્પોરેશનમાં સમાવેશ કરાયેલા ગામડાઓમાં સુવિધાઓ આપો

ગાંધીધામ કોર્પોરેશનમાં સમાવેશ કરાયેલા ગામડાઓમાં સુવિધાઓ આપો ગાંધીધામ કોર્પોરેશનમાં સમાવેશ કરાયેલા ગામડાઓમાં સુવિધાઓ આપો

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ તાલુકાના ૪ ગામડાને મહાનગરપાલિકામાં લઈ લેવામાં આવ્યા છે તે ગામડાના લોકોને પ્રાથમિક સુવિધા મળતી નથી. જેમ કે ગળપાદરમાં ૧૦ દિવસથી પાણી નથી આવતુ, કિડાણા તથા ગળપાદરમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યાં છે અને કોઈ સફાઈ કરવામાં આવતી નથી. ગામનાં લોકો પહેલા ગ્રામ પંચાયતની ઓફિસ ઉપર પોતાની ફરીયાદ કરતા એમના કામનું નિવારણ આવી જતુ હતુ. પરંતુ જ્યારથી મહાનગરપાલિકાની જાહેરાત થતાં પંચાયતની ઓફિસને બંધ કરી દેવામાં આવી છે. આ બધા ગામડા મહાનગરપાલિકામાં આવી જવાથી લોકોની પરેશાનીમાં વધારો થયો છે. દરેક ગામડા નગરપાલિકા દ્વારા એક જવાબદાર વ્યક્તિની નિમણુંક કરવામાં આવે લોકોના પ્રશ્નોને હલ કરવામાં આવે, દરેક ગામડા માટે ગટર, પાણી, રોડ, રોડ લાઈટ તથા જન્મ મરણના દાખલા આવી નાની મોટી દરેક પ્રકાર દરેક સમસ્યાના ઉકેલ માટે એક હેલ્પલાઈન નંબર બહાર પાડવામા આવે જેના લોકો પોતાની ફરીયાદ કરાવી શકે તેમ ગાંધીધામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઝાલા દેવેન્દ્રસિંહ દિલીપસિંહે ગાંધીધામ મ્યુનિસિપલ કમિશ્નર સમક્ષ રજુઆત કરી હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *