વિરપુર વિવાદઃ સ્વામીના ફોટા પર ગાંધીધામમાં ચંપલો મરાઈ

વિરપુર વિવાદઃ સ્વામીના ફોટા પર ગાંધીધામમાં ચંપલો મરાઈ વિરપુર વિવાદઃ સ્વામીના ફોટા પર ગાંધીધામમાં ચંપલો મરાઈ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ ખાતે રઘુવંશી લોહાણા સમાજના લોકોએ સંત જલારામ બાપા વિશે થયેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન લોહાણા સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. સમાજના લોકોએ સ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની મુખ્ય માગણી હતી કે જ્ઞાન પ્રસાદ સ્વામીએ વીરપુર જલારામ ધામ ખાતે જઈને માફી માગવી જાેઈએ.

આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો જાેડાયા હતા. દરમિયાન વીરપુરના પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા બફાટથી ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે હવે જ્ઞાનપ્રકાશ સ્વામીએ વિરપુર જલારામ મંદિરમાં આવીને માફી માગી છે.


ગાંધીધામમાં અાજે લોહાણ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહી અાવેદન પત્ર અાપ્યુ હતુ. સાથે બફાટ કરેલ સ્વામીના ફોટા ઉપર ચંપલો મારી અાંગ ચાંપી વિરોધ કરવામાં અાવ્યો હતો.

સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામી હાલ વિવાદમાં સપડાયા છે. તેમણે પૂ.જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણીથી રઘુવંશી સમાજ તેમજ જલારામ બાપાના ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારબાદ વિવાદ વકરતા જલારામ બાપા અંગે ટિપ્પણી કરનારા સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ આખરે વીરપુર આવી માફી માગી છે. ભક્તો અને રઘુવંશી સમાજના રોષ સામે આખરે આ સ્વામી ઝૂક્યા છે અને વીરપુરના મંદીરમાં આવી માથુ ટેકવી માફી માગી લીઘી છે.

જ્ઞાનપ્રકાશ સ્વામી પોલીસ બંદોબસ્ત સાથે જલારામ બાપાના મંદિરે પહોંચ્યા હતા. મંદિરના પાછળના ભાગેથી કાળા કાચવાળી કારમાં આવી માફી માગી સ્વામી રવાના થયા હતા. સ્વામીએ અગાઉ વીડિયો જાહેર કરીને પણ માફી માગી હતી, તેમ છતા લોકોનો આક્રોશ સમ્યો ન હતો, જેથી વીરપુર આવી તેમણે માફી માગી છે. મહત્ત્વનું છે કે નંબર પ્લેટ વગરની કાળા કલરની એક કારમાં સ્વામી આવ્યા હતા અને માફી માગી મંદીરના પાછળના દરવાજેથી જ રવાના થઈ ગયા હતા.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *