ગાંધીધામ ટુડે ન્યુઝ: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે 8,326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આના અનુસંધાને 22 જૂન, શનિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ દરમ્યાન રાજ્યના અંદાજે 81 લાખ મતદારો પોતાનો મતાધિકાર અદા કરશે.
મતદાન પછી 25 જૂન, મંગળવારે પરિણામ જાહેર કરવામાં આવશે.
કેટલાય વિસ્તારોમાં ચૂંટણી રદ
This Article Includes
વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણીને કારણે કડી, જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી રદ કરવામાં આવી છે.

ચૂંટણીના મહત્વના આંકડા
- કુલ ચૂંટણી યોજાનારી ગ્રામ પંચાયતો: 4564
- બિનહરીફ જાહેર થયેલી પંચાયતો: 751
- ઉમેદવારી ન થયેલી (ખાલી) પંચાયતો: 272
- ચૂંટણી યોજાનારી પંચાયતો: 3541 (સામાન્ય, વિભાજન, મધ્યસત્ર)
તથા 353 પંચાયતોમાં પેટા ચૂંટણી - સરપંચની બેઠક માટે મતદાન: 3,656
- સભ્યોની બેઠકો માટે મતદાન: 16,224
- મતદાન મથકો: 10,479
જેમાંથી 3,939 સંવેદનશીલ અને 336 અતિ સંવેદનશીલ મથકો તરીકે ઓળખવામાં આવ્યા છે.

ઓળખ દસ્તાવેજ ફરજિયાત
મતદારો માટે EPIC કાર્ડ ફરજિયાત રહેશે. જો તે ઉપલબ્ધ ન હોય, તો માન્ય 14 ઓળખ દસ્તાવેજોમાંથી કોઈ એક રજૂ કરીને મતદાન કરી શકાશે.
સુરક્ષા વ્યવસ્થા કડક
સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ, પેટ્રોલીંગ ટીમો, અને પ્રમાણિક મતદાન સુવિધા માટે સજ્જ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનના 48 કલાક પહેલાં જાહેર સભાઓ તથા રોશન રેલીઝ પર પ્રતિબંધ રહેશે.