ગાંધીધામ ટુડે, ન્યૂઝ : વિશ્વ મહિલા દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષ પણ પેરેડાઇઝ ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક મહિલા બેડમિન્ટન ટુર્નામેન્ટ રમત ગમત સંકુલ ગાંધીધામ ખાતે યોજાઇ હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય ગાંધીધામ સાથે જ્યોતિ ઠાકોર જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી કચ્છ, જ્યોત્સના મહેશ્વરી ડેપ્યુટી એન્જિનિયર પીજીવીસીએલ ગાંધીધામ, વૈભવી ગોર, પૂજા ઠક્કર,પારુલ સોની, નેહા ગોર, સોનલ પટેલ, ઋષિકા શાહ, ડો સુનિતા દેવનાની, મીતા પાલન, કુંજલ ઠક્કર, નીલિમા ચારણ, સુધા સક્સેના સહિત વિવિધ ક્ષેત્રની અગ્રણીઓ મહિલાઓ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્ર અને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા..કાર્યક્રમને સફળ બનાવવા ફાઉન્ડર શનિ બુચિયા પીયૂષ શ્રીવાસ્તવ, જયશ્રી કેવલાની, વિક્રમ દુલગચ,જુલી સોની,ડો કિશન કટુઆ,ડો શીતલ માલી,સીમા શેટ્ટી ,હેતલ સોલંકી,ડો હરેશ માલી,સ્મિત ઠક્કર,શિવરાજ સિંહ જાડેજા,ભાવેશભાઈ ફુફલ,અરવિંદ રોલા,અમરીશભાઈ પ્રીતિ મોમાયા અને ડિમ્પલ શર્મા વગેરે જેહેમત ઉપાડે હતી.