ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારતમાં 18થી 45 વર્ષ વયના લોકોને થતી અચાનક મોતની ઘટનાઓના કારણે ઘેરાતા ભયને લઈ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)ના સંયુક્ત અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે આ મોતોનો કોવિડ વેક્સિન સાથે કોઈ સીધો સંબંધ નથી. આરોગ્ય મંત્રાલયે આ અભ્યાસના આધાર પર વેક્સિનને સલામત અને અસરકારક ગણાવતાં રિપોર્ટ જાહેર કર્યો છે.
શું કહે છે અભ્યાસ?
This Article Includes
- ICMRના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી (NIE) દ્વારા 2023ના મેથી ઓગસ્ટ વચ્ચે 19 રાજ્યના 47 હોસ્પિટલમાં ડેટા ભેગો કર્યો ગયો.
- અભ્યાસ દરમિયાન એવા વ્યક્તિઓના કિસ્સાઓનું વિશ્લેષણ કરાયું જેમણે 2021થી 2023 વચ્ચે અચાનક મૃત્યુ પામ્યા હતા.
- પરિણામે માલૂમ પડ્યું કે આજ સુધી કોઈ પુરાવો નથી કે કોવિડ વેક્સિન અચાનક મૃત્યુનું કારણ બને છે.

હાર્ટ એટેક કે મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન મુખ્ય કારણ
- બીજી સ્ટડી AIIMS અને ICMR દ્વારા ચાલી રહી છે, જેમાં યુવાનોમાં થતી અચાનક મૃત્યુ પાછળ હાર્ટ એટેક કે માયોકાર્ડિયલ ઇન્ફાકર્શન (MI)નું યોગદાન સૌથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
- કેટલાક કિસ્સામાં આનુવંશિકતા, લાઈફસ્ટાઈલ, કોવિડ પછીની બિમારીઓ અથવા ઓછી શોધાયેલી જિનેટિક મ્યુટેશન પણ જવાબદાર છે.
ભ્રામક દાવાઓથી સાવચેત રહો
- નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, “વેક્સિનને અચાનક મૃત્યુ સાથે જોડવા વાળાં દાવાઓ સંપૂર્ણપણે ખોટાં અને પાયાવિહોણાં છે. આના કારણે વેક્સિન પરથી વિશ્વાસ ડગે છે અને જાહેર આરોગ્યની યોજના ધરી રહે.”
વેક્સિનની આડઅસરો વિષે અગાઉના બે મહત્વના દાવાઓ:
- કોવિશીલ્ડ: બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું કે દુર્લભ કિસ્સામાં TTS (થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ) થઈ શકે છે.
- કોવેક્સિન: BHUના અભ્યાસ મુજબ, 1/3 લોકોને લોહી ગંઠાવું, શ્વસન સંબંધી ઈન્ફેક્શન અને ત્વચા રોગ જેવી આડઅસરો જોવા મળેલી.