ચકલીની વસતીમાં થતા ઘટાડાને નિયંત્રિત કરવા વિચારણા

ચકલીની વસતીમાં થતા ઘટાડાને નિયંત્રિત કરવા વિચારણા ચકલીની વસતીમાં થતા ઘટાડાને નિયંત્રિત કરવા વિચારણા
  • ગાંધીધામના મહેશ્વરીનગર મધ્યે વિશ્વ ચકલી દિવસ ઉજવણી
  • પક્ષીઓ માટે પાણીના કુંડા,અનાજ પાત્ર અને ચકલી ઘર વગેરેનો વિતરણ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આજરોજ ગાંધીધામના મહેશ્વરીનગર મધ્યે વિશ્વ ચકલી દિવસ ઉજવવામા આવ્યુ હતુ. દાતાઓ અને જીવ દયા પ્રેમીઓ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા,અનાજ પાત્ર અને ચકલી ઘર વગેરેનો વિતરણ કરવામા આવ્યુ હતુ.

પ્રાણી સેવા ગ્રુપના મુખ્ય આયોજક અમીબેન મહેશ્વરી અને તેમના સાથી જીવ દયા મિત્રો અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન એવા દાતા કચ્છ જિલ્લા પંચાયત નિયામક પશુપાલન અધિકારી ભુજ-કચ્છ ડો.રાજેશ પટેલ અને તેમના ધર્મ પત્ની પ્રભાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ચકલીની વસતીમાં થતા ઘટાડાને નિયંત્રિત કરવા માટેના પગલાંની વિચારણા કરવામા આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા જીવ પ્રેમી એવા અમીબેન મહેશ્વરી, અંજલિબેન રાજાણી, સંકુતલાબેન સુમાર, નાનબાઈ મહેશ્વરી, કોમલબેન સિંધવ, મંજુલાબેન દેવરિયા, નવીન અબચુંગ, દેવજી મહેશ્વરી, ખીમજી ચૂયા, લક્ષમણભાઈ દેવરિયા, આતુભાઇ, કિશોરભાઈ વીગોરા વગેરે ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *