ગાંધીધામ ટુડે, ન્યુઝ : આદિપુર પોલીસ સ્ટેશનમાં યુવકને માર મરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. અંજારના યમુના પાર્કમાં રહેતા ભાવેશ અતુલભાઈ મહેશ્વરીએ આદિપુર પીઆઈને લેખિતમાં અરજી કરી જણાવ્યુ હતુ કે, તેઓ ગત તા.ર૪/૩ના રાત્રીના દસેક વાગ્યે તેમના મિત્ર નીતીન મહેશ્વરી તેમની બાઈક લઈ આદિપુર આવતા હતા ત્યારે ઓમ મંદિર પાસે પહોચતા સામે એક ભાઈ બાઈક લઈ આવેલ જેમની પાછળ એક મહિલા હતા, દરમિયાન બંન્નેના બાઈક પસાર કરવા બાબતે બોલાચાલી થતા સામેના બાઈકમાં બેઠેલ મહિલા તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગેલ તે બાદ તેમને પોતાને પોલીસ અધિકારી હોવાનું જણાવી આદિપુર પોલીસ સ્ટેશનથી ગાડી બોલાવી મને તેમાં બેસાડી આદિપુર પોલીસ સ્ટેશન લઈ આવેલ. જ્યાં તેમણે તથા અન્ય પોલીસવાળાઓએ તેમને માર મારેલ જેથી આ મહિલા અધિકારી અને માર મારવામાં સાથે સામેલ અન્ય પોલીસ કર્મચારી વિરૂધ્ધ કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.


Add a comment